લોકો કહે છે , ગરીબીમાં બચપન નથી હોતું
હું તો કહુ છું, બચપનમાં ગરીબી નથી હોતી
ખીસ્સા કાણા છે પણ કંગાલ નથી
ખાલી પેટ છે પણ મસ્તી ઓછી નથી
મોજથી દોટ લગાવે તો દરીયો ઠેકી જાય
છે તો એ પરપોટો પણ સાગર કરતા ઓછો નથી
ખોવાતું નથી બચપન ક્યારેય
બસ આપણને મોટા થવાની હોડ છે
ફાટેલા ખીસ્સા ને ટાંકવા છે
એમાં થોડા સીક્કા ભરવા છે