Tuesday, September 10, 2013

લો ખરીદો, જાત મારી આપવી છે,
આપને તકદીર મારી આપવી છે.

હર કસોટીમાં ખબર છે ખેર’ખાં છો,
યાતના એકાદ મારી આપવી છે.

જાત સેવા સાદગીમાં ખર્ચ કરવા,
જીંદગી થોડીક મારી આપવી છે.

આવ મારી જાત સોપું, સાચવી લે,
પ્રેમથી સોગાત મારી આપવી છે.

પાનખરમાં વૃક્ષ બળતું સૂર્ય તાપે,
પાંદડાને છાંય મારી આપવી છે.

....પ્રશાંત સોમાણી

No comments: