Wednesday, April 22, 2009

માતા-પિતા

આંગણ માં તુલસી એ ભારતની સંસ્ક્રુતી છે, મોઢા માં તુલસી એ સંસ્ક્રુતી ની વિક્રુતી છે
મરનાર ને રોનાર હજાર મળે છે, પણ રોનાર ને સમજાવનાર એક પણ મળતો નથી
કોણ કહે છે કે સંગ તેવો રંગ ,માનવે શિયાળ સાથે દોસ્તી કરી નથી તો પણુ લુરચો બન્યો છે
વાઘની દોસ્તી કરી નથી તો પણ ક્રુર બન્યો છે, કુતરાની સાથે રહે છે તોય વફાદાર બન્યો નથી
ફુંક મારો દિવાને તો ઘરમાં થાય અંધારુ, ને ફુંક મારો કાન માં તો કુટુંબમાં થાય અંધારુ
જે દિવસ માં-બાપ તારી પાસે રડે છે, ત્યારે તારુ કરેલુ ધર્મ એ આંસુઓ માં વહી જાય છે
ઘરની માં ને રડાવે ને મંદિરની માં ને ચુંદડી ચડાવે, પણ યાદ રાખજે,
મંદિરની માં તો ક્યારેક ખફા થશે, પણ ઘરની માં ક્યારેય ખફા નહી થાય
માં એ માં જ છે, બચપણમાં ગોદ દેનાર ને ઘડપણમાં દગો દેતો નહી
ઘર મોટુ હોય તો જ ભેગુ રહેવાય તેવું નથી, મન મોટા હોય તો પણ ભેગુ રહેવાય છે
ભાઈ અને ભાગની પસંદગીમાં ભાઈને જ પસંદ કરજે
ભાગ તો દુશ્મન પાસેથી પણ મળશે, પરુંતુ ભાઈતો ભાગ્ય થી જ મળશે
ઘરડા માં-બાપને સાચવે નહી,ને ઘરડા ઘરમાં ડોનેશન આપે, મંદિરમા દાન આપે
એ જે ધર્મ નો પ્રેમી હોય તે ધર્મ નું અપમાન છે
જે દિકરાના જન્મ વખતે માં-બાપે ઘરમાં પેંડા વહેંચ્યા
દિકાર એ મોટા થઈ ને માં-બાપ ને વેચ્યા છે
કુદરત માં-બાપની આંખોમાં બે વખત આંસુ લાવે છે
દિકરી ઘર છોડે ત્યારે અને દિકરો તરછોડે ત્યારે
તે જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માતા-પિતા તારી સાથે હતા
માતા-પિતા છેલ્લો શ્વાસે ત્યારે તુ એમની સાથે જ રહેજે

No comments: