Wednesday, January 20, 2010

ખબર નથી હું શું કરી રહ્યો છું

ખબર નથી હું શું કરી રહ્યો છું,
જીવી રહ્યો છું કે બી' રહ્યો છું?

આમથી તેમ..જેમ તેમ..
પાગલની જેમ બસ,દોડી રહ્યો છું.

અર્થ છે એનો કંઈ,કે છે એ વ્યર્થ,
જાણ્યા વગર જ્ બધી પળોજણ સહી રહ્યો છું.

જીંદગીની મસ્તી,હું પસ્તીની
જેમ વેચી રહ્યો છું.

ને જાણવા છતાં યે બધું,
હું નાટક કરી રહ્યો છું?