♥જો તમને ક્યારેક ભુલી જાઉં તો,
સપનામાં આવી યાદ અપાવી જજો,
જો હોય કયારેક ભુલ મારી તો,
પ્રેમથી આવી ને સમજાવી જજો,
જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,
યાદો માં આવી ને હસાવી જજો,
જો થાઉં કયારેક નિષ્ફળ તો,
બાજુ માં આવી ટેકો આપી જજો,
જો થઈ જાઉં કયારેક નારાજ તો,
હળવુ સ્મિત આપી ને મનાવી જજો,
પણ, દોસ્તો આ ધુની નો,
સાથ કયારેય ના છોડી જજો..